વિભાવના
કોઇપણ પાકના છોડને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે ૧૬ પોષક તત્વોની જરૂર પડે છે. આ ૧૬ પોષક તત્વોમાંથી કોઈપણ એક પોષક તત્વ અપૂરતું હોય તો છોડનો વિકાસ અને ઉત્પાદન ભયંકર રીતે જોખમાય છે. આ ઉપરાંત, જો આમાનું કોઇપણ એક પોષક તત્વ બીલકુલ ન હોય તો છોડનું જીવનચક્ર પૂર્ણ થતું નથી.
વનસ્પતિનો છોડ, કુલ ૧૬ માંથી ૧૨ પોષક તત્વો સીધા જ માટીમાંથી મેળવે છે અને હવામાં રહેલો નાઇટ્રોજન પણ માટી દ્વારા જ મેળવે છે. આ સિવાય વનસ્પતિનો છોડ, હવામાં રહેલો કાર્બન અને ઓક્સીજન પણ સીધો જ મેળવી લે છે જયારે હાઈડ્રોજન, પાણી કે ભેજ દ્વારા મેળવે છે. વનસ્પતિનો છોડ પોતાની કુલ પોષક તત્વોની જરૂરિયાતના ૯૬% જરૂરિયાત હવા અને પાણી કે ભેજ દ્વારા મેળવે છે. જયારે ૪% જરૂરિયાત માટીમાંથી મેળવે છે. આ ૪% આમ તો નાનો આંકડો લાગે છે પરંતુ, છોડના વિકાસમાં અને ઉત્પાદનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
જે તત્વ છોડ માટીમાંથી મેળવે છે તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય પોષક તત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે વધુ જથ્થામાં જોઇએ છે. જયારે કેલ્શીયમ, મેગ્નેશીયમ અને સલ્ફર એ ગૌણ પોષક તત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે મધ્યમ જથ્થામાં જોઇએ છે. જસત (ઝીક), લોહ (ફેરસ), મેંગેનિઝ, તાંબુ (કોપર), મોલીબ્ડેનમ, બોરોન અને ક્લોરીન એ સૂક્ષ્મ પોષક તત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે ખૂબ જ ઓછી માત્રામાં જોઇએ છે. છોડના સૂકા અવશેષોમાં વિવિધ પોષક તત્વો નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની માત્રામાં હોય છેઃ

(સ્ત્રોત: આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ)
મુખ્ય અને ગૌણ પોષક તત્વોની છોડના વિકાસમાં ભૂમિકા
નાઈટ્રોજન
- નીલણ અને જીવરસ માટેનું મહત્ત્વનું ઘટક છે.
- પાકની વૃદ્ધિ ઝડપી બનાવે છે અને પાંદડાના ઉત્પાદનમાં વધારો કરે છે.
- અનાજ અને ઘાસચારાના પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે.
ફોસ્ફરસ
- નવી કૂંપળો તથા મૂળતંતુઓની વૃદ્ધિ કરે છે.
- રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
- છોડના પ્રકાંડ (ડાળી)ને મજબૂત બનાવી છોડને ઢળતો બચાવે છે.
- પાકમાં વહેલી પરિપક્વતા લાવે છે.
પોટાશ
- ધાન્ય પાકો અને કંદમૂળના પાકોમાં બીજ અને કંદનું કદ વધારે છે.
- ફળપાકો અને શાકભાજીમાં ફળની ગુણવત્તા સુધારે છે.
- છોડને રોગનો પ્રતિકાર કરવાની શક્તિ આપે છે.
- છોડનો ઠંડી તથા વિપરીત અસરોનો મુકાબલો કરવાની ક્ષમતા વધારે છે.
કેલ્શીયમ
- છોડના કોષની દિવાલ મજબૂત બનાવે છે.
- છોડના મૂળને માટીની આમ્લીયતા(એસીડીટી) અને કોઈ તત્વની વધુ માત્રાની આડઅસરની સામે રક્ષણ આપે છે.
- પોષક તત્વો લેવાની પ્રક્રિયામાં મદદ કરે છે.
- બીજ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરે છે.
મેગ્નેશીયમ
- બધા પોષક તત્વો પૈકી મેગ્નેશીયમ એક માત્ર હરીતકણ બનાવવામાં સીધો ભાગ ભજવે છે.
- દાણામાં તેલની માત્રામાં વધારો કરે છે.
સલ્ફર
- છોડમાં જરૂરી ઘણા બધા જૈવ રસાયણો બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે જેને કારણે ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તામાં સુધારો થાય છે.
- છોડને નાઈટ્રોજન અને ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
- તેલીબીયા પાકોમાં તેલ ઉત્પાદનમાં મહત્ત્વનું યોગદાન આપે છે.
(સ્રોતઃ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, આણંદ)
છોડમાં પોષક તત્વોની ઉણપના લક્ષણો
છોડને કયા પોષક તત્વની ઉણપ છે તે છોડના અવલોકન પરથી જાણી શકાય છે. આ માટે જરૂરી સમજ અને થોડા અભ્યાસની જરૂર પડે છે. તો ચાલો, આપણે જરૂરી સમજ નીચે દર્શાવેલા ચિત્રના માધ્યમથી સમજીએઃ
સૌપ્રથમ આ ચિત્રને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ. આ ત્રણેય વિભાગના પાનમાં કોઇ ચોક્કસ પોષક તત્વની ઉણપનું ચોક્કસ ચિન્હ જોવા મળે છે. જેની વિગત ચિત્રમાં દર્શાવેલી છેઃ
- જૂના, પાકટ પાન: અહીં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશીયમ, જસત (ઝીક) અને મોલીબ્ડેનમ તત્વોની ઉણપના લક્ષણો દેખાય છે.
- નવા પાન: અહીં મેંગેનીઝ, તાંબુ (કોપર) અને સલ્ફર તત્વોની ઉણપના લક્ષણો દેખાય છે.
- કૂંપળ: અહીં લોહ (ફેરસ), બોરોન અને કેલ્શીયમ તત્વોની ઉણપના લક્ષણો દેખાય છે.
વિવિધ પાકોમાં પોષક તત્વની ઉણપના લક્ષણો અલગ-અલગ રીતે પ્રદર્શિત થાય છે. ઉણપના લક્ષણોને ધાન્ય (ડાબી તરફ) અને કઠોળ (જમણી તરફ)ના છોડના વાસ્તવીક ફોટોથી સમજીએ.

ઉણપના લક્ષણો દર્શાવતી પિક્ચર ગેલેરી
વિવિધ ૧૨ ચિત્રો દ્વારા પાકમાં પોષક તત્ત્વોના અભાવની લાઈવ પ્રસ્તુતિ
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
સૂક્ષ્મ તત્વોની ઉણપના કારણે કેટલાક પાકોમાં જે રોગ જોવા મળે છે તે નીચે કોષ્ટક નંબર ૧ માં દર્શાવેલા છે.
| ક્રમ | તત્વનું નામ | માત્રા |
|---|---|---|
| 1 | કાર્બન | 45% |
| 2 | હાઇડ્રોજન | 6% |
| 3 | ઓક્સિજન | 43% |
| 4 | નાઇટ્રોજન | 1.5% |
| 5 | ફોસ્ફરસ | 0.2% |
| 6 | પોટાશ | 1.0% |
પોષક તત્વની ઉણપ અને માટીનો સંબંધ
છોડના અવલોકન પરથી આપણે જાણી શકીએ છીએ કે, છોડમાં કયા પોષક તત્વની ઉણપ છે. આ ઉણપ માટે માટી જવાબદાર છે, કારણ કે ૧૬ માંથી ૧૨ પોષક તત્વો છોડ સીધા જ માટીમાંથી મેળવે છે અને હવામાં રહેલો નાઇટ્રોજન પણ છોડ માટી દ્વારા જ મેળવે છે. પોષક તત્વની ઉણપનું કારણ કાં તો તે માટીમાં તે પોષક તત્વનું ઓછું હોવું અથવા છોડ કોઇ રાસાયણિક કે જૈવીક કારણસર પોષક તત્વ લઇ શકતું નથી તે છે અથવા તો આ બન્ને કારણ એકી સાથે જવાબદાર છે.
પોષક તત્વની ઉણપનું ચોક્કસ કારણ જાણવા માટે માટીની ચકાસણી કરાવવી જરૂરી બને છે. માટીમાં જો પોષક તત્વ ઓછું હોય તો માટીમાં તે પોષક તત્વ ઉમેરવું જોઇએ અને જો માટીમાં પોષક તત્વ પૂરતાં પ્રમાણમાં હોય અને તેમ છતાં છોડ તે પોષક તત્વ લઇ શકતું ન હોય તો માટીમાં સેન્દ્રીય કાર્બન અને માટીની જૈવિક ગતીવિધી વધારવા પ્રયત્નો કરવા જોઈએ.
પોષક તત્વની પૂર્તતા અને લો ઓફ મીનીમમ
જો છોડમાં એક કે તેથી વધુ પોષક તત્વની ઉણપ જોવા મળતી હોય અને માટીમાં પણ આ પોષક તત્વો ઓછા હોય તો શું કરવું? અહીં જર્મન વૈજ્ઞાનિક જસ્ટસ વોન લીબેગનો "લો ઓફ મીનીમમ" નો સિધ્ધાંત લાગુ પડે છે. આ સિધ્ધાંત તેમણે લાકડાની પટ્ટીઓથી બનેલા બેરલ એટલે કે ટાંકીના માધ્યમથી સમજાવ્યું છે. તો ચાલો, આપણે આ સિધ્ધાંત ચિત્રના માધ્યમથી સમજીએઃ
આ ચિત્રમાં લાકડાની પટ્ટીઓથી બનેલું એક બેરલ બતાવવામાં આવેલું છે. આ બેરલની પટ્ટીઓ લાંબી-ટૂંકી છે. આ બેરલમાં પાણી ભરવામાં આવે તો પાણી કેટલે સુધી ભરી શકશે? પાણી સૌથી ટૂંકી પટ્ટી સુધી જ ભરી શકાશે....બરાબર...બીજી પટ્ટીઓ ગમે તેટલી લાંબી હોય તો પણ તેનાથી વધુ પાણી ભરવાથી કોઇ ફરક પડતો નથી. જો આ બેરલમાં વધારે પાણી ભરવું હોય તો જે પટ્ટી સૌથી ટૂંકી છે તેમાં સાંધો મારવો પડે. અહીં બેરલની આ વિવિધ પટ્ટીઓ આપણી માટીમાં આવેલા વિવિધ પોષક તત્વો અને તેની ઉંચાઈ જે-તે પોષક તત્વની માત્રા છે.
આ બાબત ઉદાહરણ દ્વારા સમજીએ: કોઇ એક ખેડૂતે એક એકરમાં ઘઉંનો પાક કરેલો છે અને તેને ૧૨૦૦ કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. અહીં સવાલ એ થાય કે ઘઉંનું ઉત્પાદન ૧૨૦૦ કિલો જ થશે તેનાથી વધુ નહીં તે નક્કી કોણે કર્યુ? આ નક્કી કરનાર એ પોષક તત્વ છે જે માટીમાં પ્રમાણમાં સૌથી ઓછી માત્રામાં છે. તેને કારણે જ ઉત્પાદન ૧૨૦૦ કિલો સુધી જ થયું છે. જો હવે ઉત્પાદન વધારવું હોય તો તે જ પોષક તત્વની પૂર્તતા કરવી પડે તે સિવાયના અન્ય પોષક તત્વો માટીમાં નાખવામાં આવે તો પણ તેનાથી ઉત્પાદન ખાસ વધતું નથી.
પોષક તત્વની ઉણપ ટકાઉખેતી પધ્ધતીમાં કઈ રીતે દૂર કરવી તે અંગેની વિગતો અલગથી આપવામાં આવેલી છે.























