સંસારમાં ભુમી પરના, માનવ સહિત, મોટા ભાગના જીવો તેના અસ્તિત્વ માટે છોડ પર આધાર રાખે છે. બીજ માટીમાંથી પોષણ અને ભેજ મેળવીને છોડ તરીકે વિકસે છે. આ છોડ માનવ અને પશુની વિવિધ જરૂરિયાતો સંતોષે છે.
જંગલમાં છોડ કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચાડ્યા વગર વિકસતા આવ્યા છે. માનવ જાતે જ્યારથી તેનો ઉપયોગ કરીને ખેતી–પશુપાલન વિકસાવવાનો પ્રયાસ કર્યો ત્યારથી કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચવાનું શરૂ થયું છે.
સંસ્કૃતમાં સસ્ય એટલે છોડ અને વેદ એટલે જ્ઞાનનો સંપુટ. સસ્યવેદ એટલે કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચાડ્યા વગર છોડ અને તે આાધારીત ખેતી–પશુપાલન ના વિકાસ માટે જરૂરી જ્ઞાન.
ખેતી–પશુપાલનના વિકાસની ચિરંજીવીતા વધારવા માટે જે જ્ઞાન જરૂરી છે તે અંકે કરી વેબસાઇટના માધ્યમથી માતૃભાષામાં વધુ લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.
કૃષિ અને પશુપાલન વિશેનું ઊંડું અને સચોટ જ્ઞાન હવે તમારી માતૃભાષા ગુજરાતીમાં. દરેક લેખ પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ છે.